ઉધના-સુરત સેક્શન વચ્ચેના બ્રિજ નંબર 445 અને કરંબેલી-વાપી સેક્શનમાં બ્રિજ નંબર 275 માટે, જિયો સેલ દ્વારા બ્રિજના એપ્રોચને મજબૂત કરવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોક 16 મે ના રોજ બ્રિજ નંબર 445 માટે 12:0 કલાકથી 16:40 કલાક સુધી અને બ્રિજ નંબર 275 માટે 13:10 કલાકથી 17:40 કલાક સુધી લેવામાં આવશે. તેવી જ રીતે 17 મે ના રોજ, બ્રિજ નંબર 275 માટે ડાઉન લાઇન પર 09:10 કલાકથી 13:40 કલાક સુધી અને બ્રિજ નંબર 445 માટે 10:50 કલાકથી 15:20 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પશ્ર્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને નિયમન કરવામાં આવશે અને ટૂંકી અવરજવર કરવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનો ને અસર થશે. 16 મે ની ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 3 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે. તા.17 ના ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.