Sunday, December 22, 2024
Homeમનોરંજનકેટલાંક લોકો ફેક ને રિયલ માની લે છે: કોહલી

કેટલાંક લોકો ફેક ને રિયલ માની લે છે: કોહલી

- Advertisement -

એક્ટર હિમાંશ કોહલી એક્સ ગર્લફ્રેન્ડ નેહા કક્કડને લઈ હાલમાં ચર્ચામાં આવ્યો છે. ગયા વર્ષે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હિમાંશ નેહાની માફી માંગી રહ્યો છે. જો કે હિમાંશે વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે ફેક છે. હવે એક ઈન્ટરવ્યૂમાં હિમાંશે કહ્યું કે લોકો તેને વિલન માની રહ્યા છે. આ સાથે જ તેણે જાણાવ્યું કે કઈ વાત પર તેને ગુસ્સો આવે છે અને ખરાબ લાગે છે. હિમાંશ કોહલીએ કહ્યું કે, સામાન્ય રીતે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો તેને સમજી શકે છે, પરંતુ કેટલાક લોકો એ સ્ટોરીને રિયલ માની લે છે. તેને લાગે છે કે હિમાંશ વિલેન છે. આ ખૂબ જ ખરાબ છે. હંમેશાં આવા ઇન્ટરવ્યુ આપીને તે હંમેશાં વાત શરૂ કરે છે કે દરેક મુલાકાતમાં નેહાનું નામ લેવું પડશે.

- Advertisement -

આગળ હિંમાશે કહ્યું કે, મને લાગે છે કે કોઈ સમસ્યા હોય ત્યારે એક વ્યક્તિએ તો જીવનમાં દોષ લેવો જ પડે. તો મને લેવા દો. મને ત્યારે વધારે મુશ્કેલી થાય છે કે જ્યારે લોકો મારા માતાપિતા, મારી બહેન વિશે ઉંધા ચત્તુ બોલ છે અને લખે છે. હિમાંશે વધુમાં જણાવ્યું કે તેમનો પરિવાર દિલ્હીમાં રહે છે. તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મારી અંગત જિંદગી સાથે કોઈ લેવા દેવા નથી. તેણે કહ્યું, જો મારી જિંદગીમાં કોઈ છોકરી આવે છે, તો તે મારો નિર્ણય છે, જો તે છોકરી જાય છે, તો એ પણ અમારો નિર્ણય છે. તેના મારા માતાપિતા સાથે કોઈ લેવા દેવા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular