Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકેટલાક લોકોએ વેક્સિનને લઈને અફવા ફેલાવી અંધશ્રદ્ધા વધારી : નીતિન પટેલ

કેટલાક લોકોએ વેક્સિનને લઈને અફવા ફેલાવી અંધશ્રદ્ધા વધારી : નીતિન પટેલ

- Advertisement -

CM રૂપાણી દ્વારા નવા 8 બસ સ્ટેશન તેમજ 1 વર્કશોપનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દહેગામમાં જ્યારે કે પ્રદીપસિંહ જાડેજા સાણંદમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના સાણંદ શહેરમાં 421.64 લાખના ખર્ચે નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.

- Advertisement -

મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ થનાર બસ સ્ટેશનમાં દહેગામ, સાણંદ, લીંમડી, સંતરામપુર, પાલનપુર,પીપાવાવ,વાઘોડિયા, ડેમાઈ, ભાવનગરનો સમાવેશ થાય છે.ત્યારે દહેગામમાં DyCM નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન તેઓએ વેક્સીનેશનને લઇને સંબોધન અપાયું હતું. તેમણે જણાવ્યું કે કોરોના વેક્સિનેશનમાં કેટલાક લોકો નડતરરૂપ બની રહ્યા છે. અમુક લોકોએ વેક્સીનને લઇને એટલી અફવાઓ ફેલાવી છે કે અંધશ્રદ્ધાઓ વધી છે. તેઓ લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. તેઓએ કહ્યું ઈ રાજ્યમાં વેક્સિનની કોઈ અછત નથી કેન્દ્ર તરફથી રસીનો જથ્થો મળી જ રહ્યો છે. અને હવેથી ગુજરાતમાં દરરોજ 3લાખ લોકોને વેક્સીન આપવાનું આયોજન છે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.

બ્લેક ફંગસના વધી રહેલા કેસ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે ઓક્સીજન ચકાસણીના કારણે મ્યુકરમાયકોસિસના કેસ વધી રહ્યા છે તેનું કોઈ વૈજ્ઞાનિક તારણ સામે આવ્યું નથી. અનેક દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular