Monday, December 23, 2024
Homeહાલારમાં ભાજપાના કયા-કયા ઉમેદવારોને ટિકિટ અપાશે ?

હાલારમાં ભાજપાના કયા-કયા ઉમેદવારોને ટિકિટ અપાશે ?

- Advertisement -

વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારો નક્કી કરવા માટે આખરી યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર જાહેર કરાશે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અમુક બેઠકો ઉપર તેમના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જામનગરની પાંચ અને દ્વારકાની બે બેઠકો માટે ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર કરાશે. જામનગરની પાંચ બેઠકો માટેની યાદીમાં ભાજપ દ્વારા હાલના જ કેબિનેટ કૃષિ મંત્રીની ટિકિટ ફાઇનલ ગણાઇ છે અને અગાઉના બે ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે. તેમજ અન્ય બે બેઠકો ઉપર બે નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારે તેવી શકયતાઓ છે.

- Advertisement -

વિધાનસભા ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપા દ્વારા આજે સવારે પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. જો કે, આ પૂર્વે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની અમુક બેઠકોમાં તેમના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવાયું છે. ત્યારે ભાજપા દ્વારા હજૂ સુધી એકપણ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી નથી. ગઇકાલે દિલ્હીમાં મળેલી કોર કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ જે ઉમેદવારોને ટિકિટ આપવાની છે તેમને ફોન દ્વારા રાત્રીના જ સૂચના આપી દેવામાં આવી છે. પ્રથમ દશ બેઠકોના નિશ્ર્ચિત મનાતા ઉમેદવારોમાં જસદણ બેઠક પરથી કુંવરજી બાવરીયા, રાજકોટ (પૂર્વ) બેઠક પર ઉદય કાનગડ, દક્ષિણ બેઠક પર રમેશ ટિલાણા, રાજકોટ (ગ્રામ્ય)માં ભાનુબેન બાબરીયા, ગોંડલમાં ગીતાબા જાડેજા, જેતપુરમાં જયેશ રાદડીયા અને વિરમગામમાંથી હાર્દિક પટેલનું નામ નિશ્ર્ચિત હોવાનું મનાઇ રહ્યું છે. તેમજ મોરબીમાં કાંતિ અમૃતિયા, વાંકાનેરમાં જીતુ સોમાણી, પોરબંદરમાં બાબુ બોખીરીયાને પણ આ વખતે ટિકિટ આપે તેવી શકયતાઓ છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે ભાજપા દ્વારા તેમના ઉમેદવારો ફાઈનલ કરવા માટે અમુક સીટીંગ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવે તેવી શકયતા છે. જ્યારે અનેક સીટીંગ ધારાસભ્યોનું પત્તુ કપાઈ જવાની પૂરેપૂરી શકયતા રહેલી છે.
હાલારની વાત કરીએ તો જામનગર જિલ્લાની પાંચ બેઠકો અને દ્વારકાની બે બેઠકો માટે દાવેદારોનો રાફડો ફાટયો હતો અને આ ચૂંટણીમાં સીટીંગ ધારાસભ્યો અને અગાઉના ધારાસભ્યોને પણ ટિકિટ આપવામાં આવે તેવા ચાન્સ વધી ગયા છે. કેમ કે આ વખતે કોંગે્રસ-ભાજપા ઉપરાંત આમ આદમી પાર્ટી પણ 182 બેઠકો પર તેમના ઉમેદવારોને ચૂંટણી લડાવવાના હોય જેથી 2022 વિધાનસભામાં લગભગ રાજ્યની તમામ બેઠકો ઉપર ત્રિ-પાંખીયો જંગ ખેલાશે. જામનગરની પાંચ બેઠકોમાં 76 કાલાવડ ઉપર પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા માટે હાલના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, 80 જામજોધપુર બેઠક માટે પૂર્વ ધારાસભ્ય અને મંત્રી ચિમનભાઈ સાપરિયાનું નામ નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. જ્યારે 78 માં ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનું નામ પ્રથમક્રમે ચર્ચાઈ રહ્યું છે પરંતુ, હવે રીવાબાને 79 વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી કરવાનું કહેવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે 78 વિધાનસભા બેઠક માટે કોંગે્રસ અને આમ આદમી પાર્ટી પહેલાં જ તેમના ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. જ્યારે 78- વિધાનસભા બેઠક માટે ભાજપે તેના ઉમેદવાર નકકી કરવા માટે ભારે મહેનત કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગત વખતના સીટીંગ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને બદલે નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવું નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular