ગુજરાતીઓ પોતાના ખાવા પીવાના શોખને લઇ અવાર-નવાર ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. જેમાં પણ ખાસ કરીને થેપલા, ફાફડા, જલેબી વગેરે સાથે ગુજરાતીઓનો અલગ જ સંબંધ છે. તેવી જ રીતે ગુજરાતીઓમાં પ્રિય અને હળવી વાનગી ખીચડીને લઇને પણ અનોખો જ લગાવ જોવા મળે છે. દરેક ઘરમાં ખીચડી તો બનતી જ જોવા મળે છે. ત્યારે ચાલો ખીચડીના કેટલાંક ફાયદા અંગે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા શું કહે છે તે જાણીએ….
સાંજે ખીચડી ખાવાના કેટલાંક ફાયદાઓ છે તો ચાલો જાણીએ…
1. પાચન માટે સારી : ખીચડી સરળતાથી પચી જાય છે. પેટ માટે હળવી હોય છે. પાચન પ્રણાલીને આરામ આપે છે. અને એસિડીટી અથવા અતિશય પાચન જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
2. પોષક તત્વોથી ભરપુર: ખીચડી ચોખા અને મગની દાળના સંયોજનથી બને છે. જેમાં કાર્બોહાઈડે્રટ, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો પુરતા પ્રમાણમાં હોય છે.
3. ડીટોકસ માટે ફાયદાકારક : ખીચડી દેહના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે અને દેહને સ્વચ્છ રાખે છે.
4. વજન ઘટાડવામાં મદદરૂપ : ખીચડીમાં કેલેરી ઓછી હોવાથી વજન ઘટાડવાવાળા પણ ખીચડી આરોગી શકે છે.
5. ઉર્જા વધારવા માટે : ખીચડી તાત્કાલિક ઉર્જા આપે છે. અને દિવસ દરમિયાનનો થાક દૂર કરે છે.
6. બાળકો અને વૃદ્ધો માટે અનુકુળ : ખીચડી હળવી અને પોષક તત્વોથી ભરપુર હોય બાળકો અને વૃધ્ધો માટે આદર્શ આહાર છે.
7. રોગપ્રતિકારક શકિત વધે : ખીચડીના પોષક તત્વો રોગપ્રતિરકારક શકિત વધારવામાં મદદ કરે છે.
આમ આખા દિવસના ભોજન બાદ સાંજના આહારમાં ખીચડી જેવ હળવો આહાર ઉત્તમ માનવામાં આવે છે.