અવકાશમાં દરરોજ કોઈને કોઈ ઘટના બનતી રહે છે. આવી અનેક ઘટનાઓ છે જેની અસર પૃથ્વી પર પડે છે. અને આજે એક એવી જ ઘટના બનવાની છે જેની અસર પૃથ્વી પર પડી શકે છે. વિશ્વભરની એજન્સીઓએ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓ અનુસાર 14 એપ્રિલે મધ્ય, જ્યારે 15 એપ્રિલે નાનુ સૌર તોફાન ધરતીને અસર કરશે. સૂર્ય પર ગતિવિધિઓ વધી છે. તેથી, વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે જીઓમેગ્નેટિક તોફાન ખતરનાક સાબિત થઈ શકે છે.
ખતરનાક જીઓમેગ્નેટિક સોલાર સ્ટોર્મ 20,69,834 પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી નિષ્ણાતો આ સૌર વાવાઝોડાની ચર્ચા કરી રહ્યા છે. જીઓમેગ્નેટિક તોફાન પૃથ્વી પર ટકરાયા પછી ભયંકર પરિણામો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં દુનિયાના મોટાભાગના દેશોમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ શકે છે.
સૌર તોફાનને સ્ટોર્મ અને સોલર સ્ટોર્મ પણ કહેવામાં આવે છે. જે સૂર્યમાંથી નીકળતું રેડિએશન છે, જે સમગ્ર સૌર મંડળને અસર કરી શકે છે. તેની અસર પૃથ્વીની આસપાસના વાતાવરણની ઉર્જા પર પણ પડે છે. સૌર તોફાન આ પહેલા 1989માં આવ્યું હતું. તે સમયે કેનેડાના ક્યુબેક શહેરને અસર થઈ હતી. તેના પગલે ત્યાં 12 કલાક વીજળી જતી રહી હતી. સૌર તોફાનને કારણે ધરતી પર વધુ ઉંચાઈ વાળા ક્ષેત્રોમાં વીજળી જઈ શકે છે. જીપીએસનો ઉપયોગ કરનાર મુશ્કેલીનો અનુભવ કરી શકે છે. સૌર તોફાનની અસર મોબાઈલ ફોનના સિગ્નલ પર પણ થઈ શકે છે.