સૂર્યની સપાટીથી ઉત્પન્ન થયેલ તીવ્ર સૌર તોફાન (સોલાર સ્ટોર્મ) 16 લાખ કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 24 કલાકમાં તે પૃથ્વીની સપાટી પર ત્રાટકશે જેના પરિણામે GPS સીસ્ટમ, મોબાઈલ નેટવર્ક અને વીજળી ગુલ થવાની શક્યતાઓ છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૌરતોફાન પૃથ્વી સાથે ટકરાય તેવી સંભાવનાઓ છે. 16 લાખ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ત્રાટકી રહેલું સૌરતોફાન જો પૃથ્વીમાં એટલી જ તીવ્રતાથી ત્રાટકશે તો જીપીએસ સિસ્ટમ, મોબાઈલ નેટવર્ક, સેટેલાઈટ ટીવી વગેરે ઉપર અસર પડશે.આ તોફાન સૂર્યના દક્ષિણ ભાગમાંથી 3જી જુલાઈએ ઉદ્ભવ્યું હતું. અને જો પૃથ્વી પર ત્રાટકશે તો દુનિયાભરના શહેરોમાં વીજળી ગૂલ થાય એવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ખાસ તો પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધુ્રવના મેગ્નેટિક ફિલ્ડમાં તોફાનની અસર વર્તાશે, પરંતુ તેના કારણે આખી પૃથ્વી પ્રભાવિત થશે.
આ અગાઉ 1989માં આવું વાવાઝોડું આવ્યું હતું જેના પરિણામે કેનેડાના ક્યુબેક શહેર,અ 12 કલાક સુધી વીજળી જતી રહી હતી. સૂર્ય તરફથી આવતા આ સોલાર સ્ટોર્મના લીધે ધરતીના મેગ્નેટિક ફિલ્ડ પર અસર પડી શકે છે. ઉત્તર દક્ષીણ ધ્રુવ આસપાસ રહેતા લોકોને અવકાશમાં નજરો પણ જોવા મળી શકે છે.
નાસાએ ચેતવણી આપી છે કે આ સૌર તોફાનની ગતિ પ્રતિ કલાક 16 લાખ કિલોમીટરથી વધુ હોઈ શકે છે. જો અવકાશથી કોઈ મહાન તોફાન આવે છે, તો પછી પૃથ્વીના દરેક શહેરમાં વીજળી ગુલ થઈ શકે છે. આ સિવાય પાવર લાઇનમાં કરંટ પણ વધી શકે છે, જેના કારણે ટ્રાન્સફોર્મરમાં પણ નુકશાન થઇ શકે છે.