
હાલના સમયમાં વીજળી થોડા સમય માટે જતી રહે તો લાઈટ-પંખા, એસી વગર રહી શકાતુ નથી. સાથે મોબાઈલ, ઈન્ટરનેટ, સ્માર્ટ ટીવી, એસી, સહીતના વીજઉપકરણોનો વધતા વપરાશથી વિજળીના બીલમાં વધારો થાય છે. વીજબીલથી રાહત મેળવવા માટે વીજગ્રાહકો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં મોટી સંખ્યામાં વીજગ્રાહકો લાભ મેળવી રહ્યા છે. હાલારમાં આ યોજના હેઠળ 10 હજારથી વધુ વીજગ્રાહકો લાભ મેળવીને વીજબીલમાં રાહત મેળવી રહ્યા છે. આ યોજના ભારતમાં સૌર છતની ક્ષમતા વધારવા અને ઘરેલુ વપરાશકર્તાઓને પોતાની વીજળી ઉત્પન્ન કરવા સક્ષમ બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માંગતા તમામ ઘરેલુ ગ્રાહકોને લાભ આપશે.
રહેણાંક મકાનમાં મકાનની છત પર રૂફટોપ સોલાર લગાવીને વીજબીલમાંથી રાહત મેળવી શકાય છે. જે માટે કેન્દ્ર સરકાર દ્રારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના કાર્યરત છે. જે યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ વીજળીના બીલથી રાહત મેળવવા માટે રૂફટોપ સોલાર આર્શીવાદરૂપ બને છે. જામનગર અને દેવભુમિદ્રારકા જિલ્લામાં કુલ આ યોજના હેઠળ 14153 વિજગ્રાહકોએ અરજી કરેલ છે. જે પૈકી 10902 વીજગ્રાહકોને ત્યાં સોલાર કાર્યરત થયુ છે. કુલ 38503 કિલોવોટની સોલાર પેનલો 109802 ગ્રાહકોને ત્યાં લગાવેલ છે. દૈનિક એક કિલોવોટમાં 4 થી 6 યુનિટનુ ઉત્પાદન થઈ શકે છે. સુર્યપ્રકાશથી સોલાર પેનલથી વિજળી મેળવી શકાય છે. જેનાથી વીજબીલમાં રાહત થાય છે.