જામનગરના બેડી વિસ્તારમાં રામ મંદિર ચોકમાંથી એસઓજીની ટીમે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબિબને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમા અંગેની વિગત મુજબ જામનગરના બેડી વિસ્તારમાં રામ મંદિર ચોકમાં મેડિકલની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જીલાની ઇલિયાસ શિવાણી નામના બોગસ તબિબને જામનગર એસઓજીની ટીમે દવાઓ અને સાધનો સાથે રેઇડ દરમ્યાન ઝડપી લઇ તેના વિરૂધ્ધ મેડિકલ એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.