જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થનું વેંચાણ વધી રહ્યું છે. જિલ્લામાંથી અવાર-નવાર નશીલા પદાર્થનો જથ્થો મળી આવવાની ઘટના સામાન્ય બની ગઇ છે. જિલ્લાના મોટી ખાવડી ગામમાંથી એસઓજીની ટીમે ગાંજાનું વેંચાણ કરતા વૃદ્ધાને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં મુખ્ય બજાર પાસે ગુલમહોરના ઝાડ નીચે નશીલા પદાર્થ ગાંજાનું વેંચાણ કરાતું હોવાની એસઓજીના પીએસઆઈ આર.એચ.બાર તથા હેકો અરજણ કોડીયાતર અને રમેશ ચાવડાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી. પરમાર, આર.એચ.બાર તથા સ્ટાફે રેઈડ દરમિયાન મોટી ખાવડીની મુખ્યબજારમાંથી શેરબાનુબેન ઓસમાણ સુંભાણિયા (રહે. સીક્કા, ઉ.વ.77) નામના વૃધ્ધાને 1400 રૂપિયાની કિંમતના 140 ગ્રામ ગાંજાના જથ્થા સાથે રૂા.2390 ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ પૂછપરછ આરંભી હતી.