Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયતો ખાતરના ભાવ નહી વધે ?, જાણો શું કહ્યું કેન્દ્રીય મંત્રી મનસુખ...

તો ખાતરના ભાવ નહી વધે ?, જાણો શું કહ્યું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ

- Advertisement -

ખાતરના ભાવ વધારાને લઇને આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે વિશ્વમાં ખાતરના ભાવ વધ્યા છે અને આપણે ખાતરની ઘણી આયાત કરવી પડશે. પણ ખાતરોમાં સબસિડી વધારવામાં આવશે અને ખાતરના ભાવ વધશે નહીં અમે DAP માં સબસિડી ₹ 1200 થી વધારીને ₹ 1650 કરી છે; યુરિયામાં સબસિડી ₹ 1500 થી વધારીને ₹ 2000 કરવામાં આવી છે.

- Advertisement -

તેમણે જણાવ્યુ કે, ખાતરના ભાવમાં વધારો કરવામાં નહીં આવે.  ખાતર કંપનીઓને ભાવ વધારો પાછો ખેંચવા માટે સૂચના આપી છે.  કેન્દ્રએ સબસિડી વધારી છે એટલે ખેડૂતો પર ભાવ વધારાનો બોજો નહીં પડે.

બે દિવસ પહેલા દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા ઇફકોએ રસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. NPKના ભાવમાં પ્રતિ બેગ રૂ.255 થી રૂ.265 સુધીનો વધારો કર્યો છે.  આ અગાઉ પ્રતિ બેગ IFFCO NPK 10/26/26 નો ભાવ 1175 રૂપિયા હતો, જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો છે. NPKના ભાવ રૂ.1170 થી રૂ.1450એ પહોચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મનસુખ માંડવીયાએ ખાતરના ભાવ નહી વધે તેમ જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular