કૃષિકાયદા વિરુધ ચાલી રહેલ ખેડૂત આંદોલનને આજે 79 દિવસ થઇ ગયા છે. છતાં પણ તેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. શુક્રવારના રોજ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હરિયાણાના બહાદુરગઢમાં જણાવ્યું હતું કે દેશભરમાં રેલી કાઢવામાં આવશે. પરંતુ ગુજરાતના લોકો કેન્દ્રના અંકુશમાં છે. જો તેઓ આંદોલનમાં સામેલ થવા માંગેતો તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે. કિસાન મહાપંચાયતમાં તેઓએ કહ્યું હતું કે તેઓને ગુજરાત જઈને આઝાદ કરાવવામાં આવશે.
હરિયાણામાં બહાદુરગઢમાં કિસાન મહાપંચાયતમાં તેમણે કહ્યું હતું કે દેશભરમાં રેલી કાઢશે. ગુજરાત જઈને તેને આઝાદ કરાશે. ગુજરાત કેન્દ્રના અંકુશમાં છે. ભારત આઝાદ છે, પણ ગુજરાતના લોકો કેદમાં છે. આ અગાઉ પણ રાકેશ ટિકૈતે જાણાવ્યું હતું કે અમારી ઓફીસ સિંધુ બોર્ડર પર રહેશે અને અમે ત્યારે જ પાછા ફરીશું જયારે કૃષિ કાયદા પરત ખેંચવામાં આવે. રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે આંદોલન ઓછામાં ઓછુ ઓક્ટોબર સુધી તો ચાલશે જ. સંસદમાં ખેડૂતોના આંદોલન અંગે ચર્ચા થઈ રહી છે તે સારી બાબત છે. વાજબી કારણ હશે તો જ ખેડૂતો આટલા લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. આખા દેશમાં ખેડૂત આંદોલન કરી રહ્યો છે તો તેની પાછળ કારણ હશે. ખેડૂતોને કૃષિ કાયદા સ્વીકાર્ય નથી તો તેને નાબૂદ કેમ કરાતા નથી.