Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીય‘તો રૂપિયા 150ને આંબી શકે છે પેટ્રોલ

‘તો રૂપિયા 150ને આંબી શકે છે પેટ્રોલ

- Advertisement -

નાણાંકીય ક્ષેત્રની વૈશ્વિક કંપની ગોલ્ડમેન સચે આગામી વર્ષ સુધીમાં બ્રેન્ટ ક્રુડ તેલનો ભાવ વધીને પ્રતિ બેરલ 110 ડોલર પહોંચવાની અપેક્ષા વ્યકત કરી છે. જે વર્તમાન 85 ડોલરની સપાટી કરતા 30 ટકા વધુ છે. ગોલ્ડમેન સાચ્સ ખાતેના એનાલિસ્ટોના મત પ્રમાણે, વૈશ્વિક સ્તરે ક્રુડ તેલના માગ-પૂરવઠા વચ્ચે અંતર તથા હાલની માગ જે વધીને કોરોના પહેલાના સ્તરે પહોંચી ગઈ છે તેને જોતા આગામી વર્ષમાં ક્રુડ તેલના ભાવ ઊંચા જોવા મળશે.

ક્રુડ તેલના વૈશ્વિક ભાવ જો પ્રતિ બેરલ 110 ડોલર થવાનો અર્થ ભારતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 150 આસપાસ જ્યારે ડીઝલ લિટર દીઠ રૂપિયા 140 પહોંચી શકે છે. ક્રુડ તેલની વૈશ્વિક માગ જે હાલમાં પ્રતિ દિન 9.90 કરોડ બેરલ્સને પાર કરી ગઈ છે અને કોરોનાની અસરમાંથી એશિયા રિકવર થઈ રહ્યું છે તેને જોતા માગ વધીને 10 કરોડ બેરલ્સના આંકને પાર કરી શકે છે, એમ ગોલ્ડમેનના એક રિપોર્ટમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular