Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ઐતિહાસિક સમુહ સ્નાત્ર પૂજા

જામનગરમાં ઐતિહાસિક સમુહ સ્નાત્ર પૂજા

જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 541 પ્રતિમાઓની સમુહ સ્નાત્ર પૂજા યોજાઇ : યુધ્ધવિરામ તેમજ જીવોના કલ્યાણ અર્થે આયોજન કરાયું

- Advertisement -

જામનગરમાં જીનશાસન સ્થાપનાના ઉપલક્ષ્યમાં વિશ્ર્વમાં ચાલતી અશાંતિ નિવારણ અને તમામ જીવોની શાતાની ભાવના સાથે ગઇકાલે ઇતિહાસમાં પ્રથમ વખત ચાંદીબજારમાં આવેલા બે પ્રસિધ્ધ જૈન દેરાસરોમાં સમુહમાં બિરાજતા 510 તમામ તિર્થંકર ભગવાનોની પ્રતિમાઓનું સમુહ સ્નાત્ર પૂજન પંન્યાસ પ્રવર સત્વબોધીજી મહારાજની નિશ્રામાં યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

મહાવીર ભગવાનના જન્મ કલ્યણાક જેટલો જ મોટો મહિમા ભગવાનને જ્યારે કેવલ જ્ઞાન થયું તે દિવસનો હતો જ્યારે ભગવાનની નિશ્રામાં જૈન શાસન સ્થાપન થયું અને તેની શરુઆત થઇ તે દિવસોનું ખૂબ મહત્વ હોય છે. જ્ઞાન કલ્યાણકનો અને તે બાદ જીન શાસન સ્થાપના દિવસની જૈનોમાં પૂજા સાથે ઉજવણી કરવામાં આવી હતી. ચાંદીબજારમાં આવેલ ચોરીવાળા દેરાસર તેમજ શેઠજી દેરાસરમાં મોટા શાંતિનાથજી, પાર્શ્ર્વનાથજી, મેનિનાથજી, મહાવીરસ્વામી સહિતના તમામ તિર્થંકરોની 541 મૂર્તિઓની એકી સાથે ઐતિહાસિક પ્રથમ વખત સમુહ સ્નાત્ર પૂજા કરવામાં આવી હતી. જેનો મુખ્ય આશ્રય વિશ્વની શાંતિ તથા તમામ જીવો હેરાન છે. યુધ્ધ વિરામ થાય, સૃષ્ટિના તમામ જીવોને શાતા મળે તથા તમામનું કલ્યાણ થાય.

જામનગરમાં 400 વર્ષમાં પ્રથમ વખત સમુહ સ્નાત્ર મહોત્સવ સેંકડો ભક્તો દ્વારા ઉજવાઇ રહ્યો છે. શહેરના અનેક આરાધકોએ તેની લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular