Monday, January 12, 2026
Homeરાજ્યભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી જીરૂના બાર બાચકા ચોરી જતા તસ્કરો

ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી જીરૂના બાર બાચકા ચોરી જતા તસ્કરો

ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ગોવિંદભાઇ દેવરખીભાઈ ચેતરિયા નામના એક યુવાની વાડીના મકાનમાં શુક્રવારે સાંજથી શનિવારે સવારે સાડા આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ ખાતર પાડયું હતું. આ વાડીના મકાનના દરવાજાનો નકૂચો તોડી મકાનમાં તસ્કરોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને અહીં રાખવામાં આવેલા રૂપિયા 66,000 ની કિંમતના અને 30 મણ વજન ધરાવતા જીરુના 12 નંગ બાચકા અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઇ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 454, 457, તથા 380 મુજબ ગુનો નોંધી આગળની તપાસ સ્થાનિક પી.એસ. આઈ. જે.જી. સોલંકીએ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular