જામનગર તાલુકાના લાખાણી અને રણજિતપર ગામમાં થયેલી મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા તસ્કરની બાતમીના આધારે એલસીબીની ટીમએ પાંચ ચોરાઉ મોબાઇલ સાથે લાખાણીના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં હાપા રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પરથી મોબાઇલ ચોરીમાં સંડોવાયેલો તસ્કર પસાર થવાની અજયભાઇ વીરડા, સુમિતભાઇ શિયાર, ભરતભાઇ ડાંગરને મળેલી સંયુકત બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
આ વોચ દરમ્યાન બાતમી મુજબનો શખ્સ ત્યાંથી પસાર થતા એલસીબીની ટીમએ અતરીયો વાલસિંગ ડાવર (ઉ.વ.21) (રહે. લાખાણી, તા. જિ. જામનગર, મૂળ અલીરાજપુર, મઘ્યપ્રદેશ) નામના શખ્સને આંતરીને તલાશી લેતા તેની પાસેથી રૂા. 25 હજારની કિંમતના પાંચ ચોરાઉ મોબાઇલ ફોન મળી આવતા એલસીબીએ મોબાઇલ ફોન કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં તસ્કરએ જામનગર તાલુકાના લાખાણી તથા રણજિતપર ગામના સીમ વિસ્તારમાંથી મોબાઇલ ચોરી આચર્યાની કેફિયત આપી હતી.


