Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સ્મેસડાઉન ટૂર્નામેન્ટ સીઝન-1 યોજાઈ - VIDEO

જામનગરમાં સ્મેસડાઉન ટૂર્નામેન્ટ સીઝન-1 યોજાઈ – VIDEO

વેસ્ટર્ન ગેમ પીકલબોલની પ્રથમ ટૂર્નામેન્ટને મળ્યો ખૂબ પ્રતિસાદ

- Advertisement -

જામનગરના આંગણે પ્રથમ વખત વેસ્ટર્ન ગેમ જે ભારતીય યુવાનોમાં ખૂબ પ્રચલિત છે. તેવી પીકલબોલની ટુર્નામેન્ટ યોજાઈ હતી.

- Advertisement -

જામનગરની કેશવારાસ હોટલ સામે બાયપાસ રોડ પર આવેલ પેડલઅપ પીકલબોલ એન્ડ કાફે ખાતે તરંગ મહેતા અને હિતેન પટેલ દ્વારા સ્મેસ ડાઉન સીઝન-1 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 130 જેટલી ટીમોએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે તેમજ આ ટૂર્નામેન્ટમાં વુમન્સ ડબલ, મેન્સ ડબલ, વુમન સીંગલ, મેન્સ સીંગલ જેવા તમામ ફોર્મેટ રમાડવામાં આવે છે. મુળ જામનગરના હાલ દુબઇ રહેતાં બંસી સીમરીયા કહે છે કે, જામનગરમાં પણ આ ગેમ્સ સ્ટાટ થઈ ગઇ છે તે ખુબ ખુશીની વાત છે અને આ ટૂર્નામેન્ટનું આયોજન ખૂબ સુંદર કરવામાં આવ્યું છે. જયારે ડો. જીત ભગદે કહે છિે કે, આ ટૂર્નામેન્ટ એ પીકલ બોલની જામનગરને પ્રથમ ટૂર્નામેન્ટ છે જ્યારે પેડલ અપ એ પ્રથમ એરીના છે કે જ્યાં આ ગેમ રમાય છે.

- Advertisement -

આમ, આ પીકલ બોલ ગેમના ચાકો માટે હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યાં તેઓ ખૂબ સુંદર રીતે આ ગેમ રમી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular