Saturday, December 28, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકોરોના સામે લડી રહેલા ભારતનો જુસ્સો વધારવા UAEમાં લાગ્યા સ્લોગન

કોરોના સામે લડી રહેલા ભારતનો જુસ્સો વધારવા UAEમાં લાગ્યા સ્લોગન

- Advertisement -

ભારતમાં દરરોજ કોરોના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં UAE સહિત ઘણા દેશો ભારતની સાથે ઉભા છે. કોરોનાના આ કપરા કાળમાં  વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા  પર ભારતીય ધ્વજને પ્રદર્શિત કરવામાં આવ્યો છે, અને Stay Strong Indiaના સ્લોગન લખવામાં આવ્યા છે.

- Advertisement -

UAEના પ્રખ્યાત બિઝનેસમેને ફોટોઝ ટ્વિટ કરીને કહ્યું કે, ભારત અને તેના લોકો જે રીતે કોવિડ-19ની આ જંગમાં એકતા અને ધૈર્ય રાખી રહ્યા છે.તેનો જુસ્સો વધારવા માટે અબુધાબીના પ્રતિષ્ઠિત સ્થળોને રાષ્ટ્રધ્વજના રંગોથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. UAE ખાતે આવેલ બુર્જ ખલિફા પર ભારતનો ધ્વજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

બુર્જ ખલિફાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને કોરોના સામેની લડતમાં એકતા વ્યક્ત કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે, ‘મુશ્કેલીની આ ઘડીમાં ભારત અને તેના લોકોને આશા, આશીર્વાદ અને મદદ મોકલી રહ્યા છીએ “સ્ટે સ્ટ્રોંગ ઇન્ડિયા”. યુએઈમાં ભારતીય દૂતાવાસે પણ તેના ટ્વિટર હેન્ડલ પર બુર્જ ખલીફાનો એક વીડિયો શેર કર્યો છે. દૂતાવાસે લખ્યું- ‘ભારત કોવિડ -19 સાથે ભીષણ યુદ્ધ લડી રહ્યું છે. તેના મિત્ર યુએઈએ આ માટે પ્રાર્થનાઓ મોકલી છે. દુબઈમાં બુર્જ ખલીફા પર ત્રિરંગો લગાવીને સમર્થન દર્શાવવામાં આવ્યું છે.  

- Advertisement -

શેખ અબ્દુલ્લાએ યુએઈની ભારત સરકાર દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા પ્રયાસોના સમર્થનમાં તમામ સંસાધનો સમર્પિત કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. શેખ અબ્દુલ્લાએ રોગચાળાના પીડિત લોકો પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરી,ભારતના લોકો માટે આરોગ્ય અને સુખાકારીની શુભેચ્છા વ્યક્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular