જામનગર સહિત દેશભરમાં આજથી બે દિવસ બેંક, પોસ્ટ, એલઆઈસી સહિતના કર્મચારીઓ દ્વારા કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી અને ખાનગીકરણ તથા નવી પેન્શન પ્રથાના વિરોધમાં હડતાલ ઉપર ઉતર્યા છે.
જેમાં જામનગર શહેરમાં આજે સવારે બેંક કર્મચારીઓ દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ધરણાં – પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.