સામાન્ય રીતે સાપ ઠંડા લોહીનો જીવ છે માટે શિયાળાની ઋતુમાં શિત-સમાધિમાં હોય જેથી જોવા નથી મળતા, પણ ઋતુ પરિવર્તનની અસર વર્તાતી હોય તેમ રાત્રે ઠંડી અને દિવસે ગરમીના કારણે ગઈકાલે માત્ર એક જ દિવસમાં ભાણવડના જુદા-જુદા વિસ્તારમાંથી અશોકભાઈ ભટ્ટ દ્વારા છ સાપ રેસકયુ કરી તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. જેમાં આહીર સમાજ પાસેથી કાળોતરો, ખરાવાડ અને હરસિદ્ધિ નગરમાંથી ટ્રીનકેટ, ગ્રીન પાર્ક માંથી કોબ્રા,તેમજ રણજીત પરા વિસ્તારમાંથી જળ સાપ અને કોબ્રા નું રેસક્યુ કરાયું હતું.