જામજોધપુર તાલુકાના જામવાડીથી કૃષ્ણગઢ જવાના માર્ગ પર આવેલા વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16590 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના સીકકામાં તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.3090 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના જામવાડી ગામથી કૃષ્ણગઢ ગામ તરફ જવાના માર્ગ પર વાડી વિસ્તાર પાછળ વોંકળા નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જેન્તીલાલ ગાંગજી ભડારિયા, અશ્ર્વિન નાથા ખાંટ, દેવશી ભોજા ચાવડા, વસંત હરજી બારિયા, નાનજી ખાખા બગડા, પ્રફુલ્લ કારા સીતાપરા સહિતના છ શખ્સોને રૂા.12590 ની રોકડ રકમ અને રૂા.4000 ની કિંમતના 5 નંગ મોબાઇલ સહિત કુલ રૂા.16590 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના સીકકામાં કારાભુંગા વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળેથી પોલીસે રેઈડ દરમિયાન રાહુલ અરવિંદ જાદવ, અમરા વાઘા રાઠોડ, દેવજી જીવણ મકવાણા, કારુ હિરા ડોરુ, પ્રફુલ્લ મોહન અલગોતર, ભરતસિંહ લાધુસિંહ શેખાવત, મહેન્દ્ર મોતીભાઈ જાદવ સહિતના સાત શખ્સોને રૂા.3090 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.