જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.12,520 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન અરવિંદ હરજી કારેણા, જેન્તી ભીખા પાથર, ડાયા દેવશી કારેણા, કેસુ કરશન વાઢીયા, રજની લખમણ વાઢીયા, ધર્મેશ જેસા કારેણા નામના છ શખ્સોને રૂા.12,520 ની રોકડ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.