Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બેડેશ્વરમાંથી જૂગાર રમતા છ શખ્સ ઝડપાયા

જામનગરના બેડેશ્વરમાંથી જૂગાર રમતા છ શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન છ શખ્સોને ઝડપી લઇ રૂા.12,140 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના ગોકુલનગર મયુરનગરમાંથી તીનપતિ રમતા ચાર મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે રૂા.10,700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે એએસઆઈ એ બી સફીયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન હસન હાજી આંબલીયા, સોહિલ આવદ સાદી, ઈમરાન સતાર સરઘસિયા, જાહીર અબ્બાસ મીનાણી, મોહસીન ઈસાક ઠેબા, આમદ ગફાર જામ નામના છ શખ્સોને રૂા.12,140 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલા મયુરનગર શેરી નં.5 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રાજુ નાથા કુંડુચા અને તેની પત્ની તથા અન્ય ત્રણ મહિલાઓ સહિત પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.10,700 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular