ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.21,360 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના અપીયા ગામમાં તીનપતિનો જૂગાર રમતા રૂા.5860 ની રોકડ રકમે ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડમાં વર્લીમટકાના આંકડા લખતા શખ્સને એક હજારની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ભાવેશ જેરામ રામાણી, ધર્મેશ પોપટ પેઢડિયા, ટપુ હરજી રામાણી, બાબભાઈ બચુભાઈ રામાણી, મનસુખ દેવરાજ સીંગાળા, રણછોડ રવજી પીપરીયા નામના છ શખ્સોને પોલીસે રૂા.21360 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના અપીયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મનસુખ છબીલદાસ નિમાવત, દેવશી રણમલ નંદાણીયા, પથાભાઈ આલાભાઈ પરમાર, અરજણ અરસી નંદાણિયા, નથુ અજાભાઈ જોગલ, રમેશ ઉકા રાઠોડ, અશ્ર્વિન ધીરુ રાઠોડ નામના સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5680 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, કાલાવડ ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા શૈલેષ જેન્તીભાઈ વરાણીયા નામના શખ્સને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.1000 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લીધો હતો.