જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી રહેતા મિલકત વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 6,52,846ની બાકી વેરા વસુલાત અંતર્ગત છ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામ્યુકો દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે કમિશનર ડી.એન. મોદીની સૂચના અને આસિ. કમિશનર ટેકસના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત 31 માર્ચ સુધીમાં મિલકત વેરો ન ભરનાર આસામીઓને નોટીસ ફટકારી હતી. આમ છતાં મિલકત વેરાની રકમ ન ભરનાર છ આસામીઓની મિલકત જપ્ત કરવામાં આવી હતી. જેમાં ભાનુશાલી ભરતકુમાર અને કમલેશકુમાર નાખવા, સૂર્ય ડેવ, ભાગીદારી પેઢી યુવરાજસિંહ જાડેજા, લીલાવંતીબેન કરશનભાઇ રાયઠ્ઠાની મિલકત જપ્ત કરવામાં આવી હતી. તેમજ ગની ઇબ્રાહીમ (સ્ટાર પ્રોવિઝન), મસ્કત સાયકલ સર્વિસ તથા શેખ ઇકબાલ દ્વારા સ્થળ પર જ વેરાની રકમ ભરપાઇ કરી હતી.