Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરફાયનાન્સ પેઢીઓની લોનથી ટ્રક ખરીદી છેતરપિંડીના કેસમાં વધુ છ શખ્સો ઝડપાયા

ફાયનાન્સ પેઢીઓની લોનથી ટ્રક ખરીદી છેતરપિંડીના કેસમાં વધુ છ શખ્સો ઝડપાયા

રૂા.1.13 કરોડનો મુદ્દામાલ કબ્જે : હપ્તાની ઉઘરાણીએ આવતા કર્મચારીઓને ધમકાવી કાઢી મૂકતા હતાં

- Advertisement -

જામનગરમાં ખાનગી ફાયનાન્સ પેઢીઓમાંથી લોન મેળવી ટ્રકોની ખરીદી કરી તેના હપ્તા નહીં ભરીને રૂા.6 કરોડથી વધુની રકમની છેતરપિંડીના કેસમાં વધુ બે ફરિયાદો નોંધી છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. આ અંગે અન્ય આરોપીઓ સામે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગત તા.7-9-2024 ના રોજ એક ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી હતી કે ગુનાહિત કાવતરુ રચી કાવતરાના ભાગરૂપે અલગ અલગ 20 આરોપીઓએ પોતાના નામે ટ્રક તેમજ કારની મળી કુલ 27 લોન લઇ જેની વ્યાજ સહિતની કિ. રૂા.6,83,16,695 થાય તે ફરિયાદીની કંપનીમાં લીધેલ લોનના હપ્તા ઈરાદાપૂર્વક નહીં ભરી કંપની સાથે ઠગાઈ તથા વિશ્વાસઘાત કરી બાદમાં આ ટ્રકો તથા કાર કારવતરાના ભાગરૂપે આરોપી આમીન નોતિયારને આપતા તેણે આરોપી રઝાક ઉર્ફે સોપારી ચાવડા તથા રામભાઈ આહિર તેમજ તેના સાગરિતો સાથે મળી આ વાહનો પોતાના કબ્જામાં છૂપાવી રાખી લોનના હપ્તા ભરપાઈ ન થવા દઇ પોતાના કબ્જામાં લઇ ચલાવતા હોય અને કંપનીના કર્મચારીને ડરાવી, ધમકાવી ભગાડી મૂકતો હોય અને ટ્રક સીઝ કરવા રોકે ત્યારે કંપનીના ઉપરી અધિકારીઓને ટ્રક જવા દેવા કહી અને ટ્રક નહીં જવા દે તો તેને અથવા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કંપનીના કર્મચારીને ભયમાં મૂકી બળજબરીપૂર્વક તથા ધામધમકીથી ટ્રકો પોતાના કબ્જામાં રાખેલ હોય અને આ ઈસમો લોન પર લીધેલ વાહનોની લોન ભરપાઈ ન કરી તેમજ આરોપી આમીન નોતિયાર તથા તેના સાગરિતોએ અગાઉ પણ અન્ય કંપની પાસેથી લોન લીધેલ વાહનોના હપ્તાની ભરપાઈ ન થવા દઇ બળજબરીપૂર્વક તે વાહનો પોતાના કબ્જામાં રાખેલ હોવાથી આરોપીઓ બળજબરીથી લોન લીધેલ વાહનોના હપ્તા ભરપાઈ થવા નહીં દઇ તે વાહનો પોતાના કબ્જામાં રાખવાના તેમજ વાહનો સગેવગે કરવાની ટેવવાળા હોવાની ફરિયાદ કરતા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને પીઆઇ પી પી ઝાના માર્ગદર્શન હેઠળ પંચ બી પોલીસ તપાસમાં હતી.

આરોપી રજાક સોપારી, દાઉદ ચાવડા (નુર ટ્રાન્સપોર્ટ) તથા આમીન નોતિયાર, રામભાઈ આહિર, ત્રણેય આરોપીઓએ ભેગા મળી અન્ય ટ્રાન્સપોર્ટવાળાસ સહઆરોપીઓ પાસે રહેલ લોનના હપ્તા ભર્યા વગરની ટ્રકો ટ્રાન્સપોર્ટલાઈનમાં ચલાવા દઇ તેઓની પાસેથી પૈસા તથા વળતરસ્વરૂપે તેઓના નામે રહેલ ટ્રકો લઇ તે ટ્રકોનો ઉપયોગ પોતાના ટ્રાન્સપોર્ટલાઈનમાં કરે છે તેમજ કોઇ સીઝર ત્રણેય આરોપી તથા ફરિયાદમાં જણાવેલ અન્ય 20 આરોપીઓની ટ્રકો રોકે તો આમીન નોતિયાર કંપનીના સીઝરને ડરાવી ધમકાવી ટ્રક જવા દેવા માટે કહે છે અને ટ્રક નહીં જવા દે તો તેને તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ટ્રકો સીઝ નહીં થવા દઇ આ તેઓના કબ્જામાં રહેલ ટ્રકોના હપ્તા નહીં ભરી ટ્રકો તેઓના કબ્જામાં રાખે છે.

- Advertisement -

આ ગુનાની તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા આરોપી રઝાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા, રામભાઈ ભીમશીભાઈ નંદાણિયા તથા અન્ય ચાર શખ્સોની ધરપકડક કરી આ ગુનામાં લોન લઇ બળજબરીથી પોતાના કબ્જામાં રાખેલ કુલ 4 ટ્રક તથા ચાર કાર સહિત કુલ રૂા.1,13,00,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular