Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં છ માસની સજા

ચેક રિટર્ન કેસમાં છ માસની સજા

ચેક મુજબની રકમ વળતર પેટે ચૂકવવા અદાલતનો હુકમ

- Advertisement -

જામનગરમાં સંબંધદાવે રૂા.6 લાખથી વધુની રકમ લીધા બાદ આપેલ ચેક ફંડ ઈનસફીસિયન્ટના શેરા સાથે પરત ફરતા આરોપીને છ માસની સજા તથા ચેક મુજબની રકમ વળતર પેટે આરોપીને ચૂકવવા કોર્ટ દ્વારા હુકમ કર્યો છે. આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેલ ન હોય, ડીએસપી મારફત વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગરના દિનેશભાઈ શેષવજીભાઈ કાસુન્દ્રા એ પોતાના મિત્ર અરવિંદ રાણાભાઈ માતંગ પાસેથી પોતાની અંગત જરૂરિયાત માટે સબંધદાવે હાથઉછીના રૂા.6,47,012 ની માંગણી કરતાં ફરિયાદીએ રૂા.6,47,012 સંબંધદાવે હાથ ઉછીના વેપારીને ચૂકવવા માટે ફરિયાદી પાસે લઇ ગયા હતાં અને તેના બદલામાં આરોપી દિનેશભાઈ એ પોતાની કેનેરા બેંક, જામનગર શાખાનો ચેક આપ્યો હતો આ ચેક બેંક પાકતી મુદ્તે બેંકમાં જમા કરાવતા તે ચેક બેંકમાંથી ફંડ ઈન્શફીશીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરિયાદી એ આરોપી ઉપર જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુ મેન્ટ એકટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરી હતી અને તે કેસ જામનગરના નવમા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં અને સમગ્ર પૂરાવાનું મૂલ્યાંકન કરી ફરિયાદીના વકીલ નીતલ એમ.ધ્રુવની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી દિનેશભાઈ શેષવજીભાઈ કાસુન્દ્રાની ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની એકટ કલમ 138 ના ગુના સબબ છ માસની સાદી કેદની સજા તથા રૂા.6,47,012 દંડનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા અને જો આરોપી દંડની રકમ ચૂકવી આપવામાં કસૂર કરે તો આરોપીને વધુ દિન 30 ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે તથા આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેલ ન હોય જેથી આરોપી વિરૂધ્ધ ડીએસપી મારફત પકંડ વોરંટ પણ ઇસ્યૂ કરવામાં આવેલ છે.

ફરિયાદી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધુ્રવ, ડેનીશા એન. ધુ્રવ, પુજા એમ.ધ્રુવ, ધર્મેશ વી.કનખરા, વિપુલ સી. ગંઢા, આશિષ પી. ફટાણિયા તથા ધ્વનિશ એમ. જોશી રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular