Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના વધુ બે ડિફોલ્ટર સભાસદને છ-છ માસની જેલ

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના વધુ બે ડિફોલ્ટર સભાસદને છ-છ માસની જેલ

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં આવેલી સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ દિપક રમણીકભાઈ નંદા અને મગન બેચરભાઈ કણજારીયાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા બન્ને સભાસદોએ  ચેક આપેલ અને  સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી  નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – ૧૩૮ અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ. ત્યારબાદ સમયાંતરે કેસ ચાલતા આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયેલ અને આરોપીની પ્લી લેવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના એ.ડી.રાવની કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીઓને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૫૫ (૨) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને બંને આરોપીઓને ૬(છ)માસની જેલની સજાનો હુકમ કરવામાં આવેલ છે તેમજ ચેકની રકમ જેટલો દંડ કરવામાં આવેલ તેમજ આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે ડી.એસ.પી. જીલ્લો-જામનગરનાઓને મોકલી આપવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ. મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા,જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular