સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ હિરેન દિનેશભાઈ વડગામાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થતા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી.
જામનગરના જજ એ.ડી.રાવની કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને 6 માસની જેલની સજાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત ચેકની રકમ જેટલો દંડ પણ કરવામાં આવ્યો છે. તેમજ આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગર જિલ્લાના ડી.એસ.પી.ને મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મણીલાલ જી.કાલસરીયા, મિતેષભાઈ એલ.પટેલ, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.