Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારમીઠાપુરમાં પોલીસ પર જીવલેણ હુમલો કરનારા બંદરી ગેંગના છ શખ્સો જેલ હવાલે

મીઠાપુરમાં પોલીસ પર જીવલેણ હુમલો કરનારા બંદરી ગેંગના છ શખ્સો જેલ હવાલે

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બંધ બોડીના નંબર પ્લેટ વગરના બોલેરો વાહનમાં નીકળેલા કેટલાક શખ્સો દ્વારા પોલીસની ઉભા રહેવાની સૂચનાને અવગણીને પોલીસ સ્ટાફ પર હુમલો કરી, સરકારી વાહનમાં નુકસાની પહોંચાડીને નાસી છૂટતા આ દરમિયાન મધ્યરાત્રીના સમયે સર્જાયેલા ફિલ્મી દ્રશ્યો બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસ સહિતના પોલીસના જવાનોએ આરોપીઓને ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા દેવળિયા ચોકી પાસેથી દબોચી લીધા હતા.

- Advertisement -

પોલીસ દ્વારા પકડાયેલા અને ભૂંડ પકડવાનો ધંધો કરતા છ શખ્સો મૂળ અમદાવાદના ભાઈપુરા વિસ્તારના રહીશ અને હાલ જામનગરના પાસેના મસીતિયા ગામે રહેતા તેમજ ભૂંડ પકડવાનો અને વાળ વીણવાનો વ્યવસાય કરતા મરાઠા સેટીયા બાબુ બોકડે (ઉ.વ. 39), ભાઈપુરાના રહીશ મરાઠા શંકર બાબુ બોકડે (ઉ.વ. 22), મસીતીયા ગામનો મરાઠા ગોપાલ રાજુ બોકડે (ઉ.વ. 23), ક્રિશ રાજુભાઈ કેરે (ઉ.વ. 22), મરાઠા પરબત રાજુ કેરે (ઉ.વ. 27) અને ભારત મસુ ઉર્ફે પોસીયા ઝિલ્પે (ઉ.વ. 23) ને દબોચી લઈને આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સોએ પોલીસ ઉપર હુમલો કરીને નાસી છૂટયા હોવાની કબૂલાત આપી હતી.

આથી ફરજ પરના પોલીસે બંદરી ગેંગના આરોપીઓની અટકાયત કરી, વધુ તપાસ અર્થે આ શખ્સોનો કબજો મીઠાપુરના ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણાને સોંપ્યો હતો. આ આરોપીને તપાસનીસ પોલીસે સ્થાનિક અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular