Monday, March 30, 2026
Homeરાજ્યહાલારબામણાસાના યુવાન ઉપર છ શખ્સોનો હુમલો

બામણાસાના યુવાન ઉપર છ શખ્સોનો હુમલો

કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામમાં રહેતા યુવાન ઉપર સામાન્ય બાબતે 6 શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા અનોપસિંહ ઉર્ફે અનુપસંગ લખુભા વાઢેર (ઉ.વ.45) નામના યુવાન સાથે બોલાચાલી કરી, અને આ જ ગામના નવુભા ગીરૂભા વાઢેર, લાલુભા ગીરૂભા લોકેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો ગીરૂભા, પ્રદિપસિંહ ગુલાબસિંહ વાઢેર, બ્રિજરાજસિંહ નવુભા અને જયપાલસિંહ નવુભા નામના છ શખ્સોએ એકસંપ કરી, બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કરતાં તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી.

વધુ માહિતી પ્રમાણે આરોપી લોકેન્દ્રસિંહ વાઢેરએ ગામમાં પોતાની દુકાનો બહાર ગામના મજુરોને રહેવા માટે આપેલ હોય, જ્યાં મજૂરો ઝઘડો કરતા ફરિયાદીએ 112 નંબરમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી. આ બાબતનો ખાર રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular