ગ્લાસગો, સ્કોટલેન્ડમાં આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે એક આંતરરાષ્ટ્રીય સમિટનું આયોજન થયું છે. જેમાં ગઈકાલના રોજ વિશ્વની અગ્રણી વાહન નિર્માતા કંપનીઓએ એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી. ગ્લાસગોમાં આયોજિત કોપ26 ક્લાઈમેટ સમિટમાં ભાગ લઈ રહેલી આ કંપનીઓએ કહ્યું છે કે વર્ષ 2040 થી તેઓ પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોનું ઉત્પાદન નહીં કરે.
સમિટમાં 2040 સુધીમાં ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલ આધારિત વાહનોના વેચાણને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ફોર્ડ, મર્સિડીઝ બેન્ઝ, જનરલ મોટર્સ અને વોલ્વો સહિત લગભગ છ મોટા કાર ઉત્પાદકો આ માટે સંમત થયા હતા. 31 દેશોની સરકારે ધીમે ધીમે બંધ વેચાણ બંધ કરવાની જાહેરાત કરી.
આ યોજનાને BYD, ફોર્ડ, જગુઆર લેન્ડ રોવર, મર્સિડીઝ અને વોલ્વો સહિતની બ્રાન્ડ્સનો ટેકો મળ્યો છે. બે કમ્પની ટોયોટા અને ફોક્સવેગને કહ્યું હતું કે તેઓ આ સોદામાં સાઇન અપ કરશે નહીં. તેઓ માને છે કે આ સોદો એવા દેશો માટે કામ કરશે નહીં કે જ્યાં નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે.
દરખાસ્તોની સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવાની બાકી છે, પરંતુ જે ઉત્પાદકો સાઇન અપ કરે છે તેઓ પાસેથી 2035 અથવા તે પહેલાં વૈશ્વિક સ્તરે બિન-શૂન્ય-ઉત્સર્જન વાહનો બંધ કરવાની અપેક્ષા રાખવામાં આવી છે.