દ્વારકામાં આવેલા અંબુજા નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા આશાબેન પ્રકાશભાઈ કાંતિલાલ ચંદારાણા નામના ત્રીસ વર્ષના મહિલાના રહેણાંક મકાનમાં પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, ગંજી પત્તા વડે તીન પત્તી નામનો જુગાર રમી રહેલા આશાબેન ચંદારાણા સાથે પુરીબેન ઉર્ફે જુલી ગગાભા બઠીયા, મંજુબેન પ્રતાપભાઈ તાવડી, હિરબાઈ લઘુભા સુમણીયા, પ્રવીણ અરજણ પરમાર અને વિરલ જમનાદાસ થોભાણી નામના છ લોકોને ઝડપી લઈ, રૂપિયા 52,400 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.