Monday, December 23, 2024
Homeરાજ્યકલ્યાણપુરમાં ધોધમાર છ ઈંચ વરસાદ વરસ્યો

કલ્યાણપુરમાં ધોધમાર છ ઈંચ વરસાદ વરસ્યો

દ્વારકામાં સાડા ચાર અને ખંભાળિયામાં ત્રણ ઈંચ વરસાદથી લોકો ખુશ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહથી શરૂ થયેલી મેઘસવારી ગઈકાલે પણ અવિરત રીતે વરસી હતી. સૌથી વધુ કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ વહાલ વરસાવી, વધુ છ ઈંચ વરસાદ વરસાવી દીધો હતો.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે બપોર બાદ શરૂ થયેલી મેઘ સવારીમાં મોડી સાંજ સુધી હળવા તથા ભારે ઝાપટા વરસ્યા હતા. આમ, કલ્યાણપુર તાલુકાના જુદા જુદા ગામોમાં આજે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ છ ઈંચ (153 મિલિમિટર) વરસાદ વરસી ગયો છે આ સાથે કલ્યાણપુર નો મોસમનો કુલ વરસાદ 9 ઈંચ (229 મીલીમીટર) થવા પામ્યો છે.

દ્વારકા પંથકમાં પણ ગઈકાલે મોસમનો કુલ વરસાદ કરતાં વધુ વરસાદ વરસી ગયો હતો. 24 કલાકના સમયગાળા દરમિયાન દ્વારકા તાલુકામાં સાડા ચાર ઈંચ (116 મિલિમિટર) સાથે મોસમનો કુલ વરસાદ સાત ઈંચ જેટલો (169 મિલીમીટર) થવા પામ્યો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકામાં પણ જિલ્લાનો સૌથી વધુ અને નોંધપાત્ર વરસાદ વરસી ચુક્યો છે. ખંભાળિયા તાલુકામાં બપોરના સમયે ભારે ઝાપટાં સાથે કુલ ત્રણ ઈંચ (74 મીલીમીટર) વરસાદ વરસી ગયો છે. ખંભાળિયા તાલુકામાં મોસમનું કુલ વરસાદ 18 ઈંચથી વધુ (458 મીલીમીટર) થયો છે. મહત્વની બાબતો એ છે કે ખંભાળિયા તાલુકામાં કુલ સરેરાશ વરસાદની સરખામણીમાં 57 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

જો કે ગઈકાલે ભાણવડ પંથકમાં મેઘરાજાએ કંજૂસાઈ કરી હોય તેમ છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર સાત મીલીમીટર વરસાદ વરસ્યો હતો. ભાણવડમાં કુલ વરસાદ સાડા સાત ઈંચ (181 મિલિમિટર) થયો છે. ગઈકાલે સાંજ સુધી જિલ્લાના મોટાભાગના વરસાદ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આજે પણ સવારથી હળવા વાદળછાયા માહોલ વચ્ચે વરસાદી બ્રેક રહી હતી.

- Advertisement -

જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નાના જળાશયો તરબતર બન્યા છે અને મોટા જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 35.06 ટકા પડી ચૂક્યો છે.

ઘી ડેમમાં એક ફૂટ નવું પાણી આવ્યુ

ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં છેલ્લા બે દિવસના વરસાદ બાદ આશરે એક ફૂટ જેટલું નવું પાણી આવતા ડેમમાં પાણીની જીવંત સપાટી 12 ફૂટ સુધી પહોંચવા પામી છે. ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાએ શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ કરી દીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular