Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરમાં મેઘરાજાની સટાસટી, છ ઈંચ વરસાદ વરસ્યો

જામજોધપુરમાં મેઘરાજાની સટાસટી, છ ઈંચ વરસાદ વરસ્યો

- Advertisement -

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી મુજબ હાલારમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જેમાં દ્વારકા પંથકમાં અતિ ભારે વરસાદ જ્યારે જામનગર જિલ્લામાં ભારે વરસાદની સાથે વિજળીનો કહેર પણ પડયો છે. જામજોધપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગથી છ ઈંચ પાણી આકાશમાંથી વરસાવ્યું હતું. જ્યારે જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાંચથી છ ઈંચ જેટલું પાણી વરસાવ્યું છે. કાલાવડમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ધ્રોલમાં વધુ પાણી પડયાના અહેવાલ છે અને જામનગરમાં શહેરમાં માત્ર અડધો ઇંચ પાણી ઝાપટારૂપે વરસ્યું છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત થોડીક મોડી થયા બાદ સીઝનમાં મેઘો મનમૂકીને સાર્વત્રિક વરસી રહ્યો નથી. છુટો છવાયો વરસી રહ્યો છે. વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ 10 થી 12 દિવસના વિરામ પછી ફરીથી હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શકયતા વચ્ચે આજે સવારે 10 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લાના જામજોધપુરમાં સૌથી વધુ બે કલાકમાં અનરાધાર સાડા ચાર ઈંચ વરસાદ વરસતા સમગ્ર ગામમાં અને આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચાર થી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી- પાણી થઈ ગયું છે અને જામજોધપુરના પાદરમાં આવેલી નદી પાસે આવેલો ચબુતરો પાણીમાં ડૂબી ગયો હતો અને ખરાવાડ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા હતા ઉપરાંત જામજોધપુર પંથકમાં થયેલા અનરાધાર વરસાદને કારણે સતા પરડાઈ મીણસાર ડેમ છલકાઈ ગયો હોવાનું જાણવા મળે છે. જામજોધપુરમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં કુલ છ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે તાલુકાના વિસ્તારોમાં જામવાડી, ધ્રાફામાં છ – છ ઇંચ, વાંસજાળિયામાં સવા પાંચ ઈંચ, પરડવામાં પાંચ ઈંચ વરસાદ પડતા સમગ્ર ગ્રામ્ય પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું અને ધુનડામાં સાડા ત્રણ ઈંચ તથા સમાણામાં ત્રણ, શેઠવડાળામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

તેમજ છેલ્લાં 24 કલાક દરમિયાન કાલાવડમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ચાર ઈંચ સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસી ગયો હતો. જ્યારે અન્ય અડધો ઈંચ આજે સવારે પડયો હતો. કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો નિકાવામાં સાડા ત્રણ ઇંચ, મોટાવડાળામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોટા પાંચદેવડા, ભલસાણ બેરાજામાં સવા- સવા ઈંચ અને નવાગામમાં એક ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. જ્યારે ખરેડીમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું. ધ્રોલ ગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લૈયારામાં સવા ત્રણ ઇંચ, જાલિયામાં દેવાણીમાં પોણા ઈંચ અને લતીપરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો અને લાલપીુંર તાલુકાના ભણગોર ગામમાં દોઢ ઈંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. જ્યારે લાલપુરમાં પોણો ઈંચ ઝાપટાંરૂપે વરસ્યો હતો. જ્યારે જોડિયા ગામમાં આજે સવારે સવા ઈંચ વરસાદ પડયો હતો અને તાલુકાના હડિયાણા-બાલંભા અને પીઠડમાં માત્ર સામાન્ય ઝાપટાં જ પડયા છે.

- Advertisement -

જામનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી છ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ગ્રામ્ય પંથકમાં પાણી પાણી થઈ ગયા છે જ્યારે એક માત્ર જામનગર શહેર અને તાલુકો કોળો ધાકોડ રહ્યો છે. પરંતુ જામનગર શહેરમાં આજે સવારે ધીમી ધારે વધુ અડધો ઈંચ પાણી વરસ્યું હતું. જોકે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વિચિત્ર વરસાદ વરસતા જામનગર શહેર અને જિલ્લામાં ઓછો વરસાદ પડયો છે. જામનગર તાલુકાના ફલ્લામાં વધુ પોણો ઈંચ વરસાદ ધીમી ધારે વરસ્યો હતો. પોણો ઈંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ નવ ઈંચ થયો છે.

જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ આંકડાઓ મુજબ, જામનગર શહેરમાં 205 મિ.મી.(8 ઈંચ), જોડિયામાં 204 મિ.મી.(8 ઈંચ), ધ્રોલમાં 208 મિ.મી.(8 ઈંચ), કાલાવડમાં 398 મિ.મી.(16 ઈંચ), લાલપુરમાં 294 મિ.મી. (12 ઈંચ) અને જામજોધપુરમાં 463 મિ.મી. (18.5 ઈંચ) વરસાદ વરસ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular