જામનગર શહેરના પુરબીયાની ખડકી પાછળના વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10720 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પુરબીયાની ખડકી પટણી જમાતખાના પાછળના જાહેર રોડ પર સ્ટ્રીટલાઈટના અંજવાળે ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે સફિક યાસિન પંજા, અખતર અબ્દુલ્લા પંજા, મહમદરફિક ઈસ્માઇલ પટાસ, મહેબુબ ઈકબાલ કુરેશી, ઈસ્માઇલ સીદીક પંજા, અલ્તાફ હુશેન ખટાઈ નામના છ શખ્સોને ઘોડીપાસાના બે નંગ અને રૂા.10720 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.