Monday, December 23, 2024
Homeરાજ્યઓખાના પોશીત્રા વિસ્તારમાંથી જુગાર રમતા છ શખ્સો ઝબ્બે

ઓખાના પોશીત્રા વિસ્તારમાંથી જુગાર રમતા છ શખ્સો ઝબ્બે

મુદ્દામાલ કબજે : એલ.સી.બી. પોલીસની કાર્યવાહી

- Advertisement -

ઓખા મંડળના પોશીત્રા વિસ્તારમાં ગઈકાલે રવિવારે જિલ્લા પોલિસ વડા સુનિલ જોશીની સુચના મુજબ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં સ્ટાફના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ તથા હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોશીત્રા ગામની ટેકરી પાસે આવેલી એક સીમમાં બાવળની જાળી હેઠળ તીનપત્તીનો જુગાર રમી રહેલા તેજા જેસાભાઈ હાથીયા, આમદ ઉમર ચાવડા, મનસુખ જાદવજીભાઈ જોશી, કનુભા જેસાભા હાથલ, ડાડુભા કારાભા હાથલ અને ભક્તાભા અભુભા હાથલ નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 16,500ની રોકડ રકમ તથા રૂપિયા 11 હજારની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 50 હજારની કિંમતની ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 77,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઇ. જે.એમ. ચાવડા, પી.એસ.આઇ. એસ.વી. ગળચર, પી.એસ.આઇ. પી.સી. શીંગરખીયા, એ.એસ. આઈ. અજીતભાઈ બારોટ, દેવશીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુભાઈ ભાટિયા, વિપુલભાઈ ડાંગર, નરસિંહભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, મસરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોજિયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular