Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પીલુડી શેરીમાંથી જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા, ચાર ફરાર

જામનગરમાં પીલુડી શેરીમાંથી જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા, ચાર ફરાર

રૂા.27,450ની રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.52,950નો મુદ્દામાલ કબ્જે : સીટી-એ પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં પીલુડી શેરીમાંથી સીટી-એ પોલીસે 10 શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધાં હતા. છ શખ્સોની અટકાયત કરી વધુ 4 શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ દરબારગઢ પોલીસ ચોકી વિસ્તારમાં વારિયા મસ્જિદની પાછળની પીલુડી શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની સીટી-એના પોકો ભવદિપસિંહ પરમારને બાતમી મળી હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા તથા સીટી-એના પીઆઇ એમ.જે.જલુ તથા પીએસઆઇ એન.વી.હરિયાણીના માર્ગદર્શન હેઠળ હેકો.ભગીરથસિંહ જાડેજા, પો.કો.દશરથસિંહ પરમાર, મોહશીનભાઇ ભાવડ, ભવદિપસિંહ પરમાર, તજનીકભાઇ પાંભર, રાજવંશી મકકા, વિપુલભાઇ બુધશી દ્વારા રેઇડ દરમ્યાન સબિર રહિમ બ્લોચ, શકિલ વલીમામદ પીઠડિયા, હુસેન કાસમ આંબલિયા, સિદિક સુલેમાન ડાકોરા, અલતાફ વલીમામદ ઓડિયા, અસલમ હનિફ સાટી નામના છ શખ્સોને રૂા.27,450ની રોકડ, રૂા.10,500ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન તથા રૂા.15,000ની કિંમતનું મોટરસાયકલ મળી કુલ રૂા.52,950ના મુદ્દામાલસાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધાં હતાં. તેમજ મકસુદ હારૂન ચાકી, બોદુ મહમદ ડાકોરા, મોનટુ અલાઉદિન વારિયા તથા બાબુ ઉર્ફે બાબલો ગાઠિયા વાળો નામના ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular