જામનગર તાલુકાના વાવ બેરાજા ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મહિલા સહિત છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.57,020 ની રોકડ રકમ અને બે બાઈક મળી કુલ રૂા.1,37,020 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના વાવ બેરાજા ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ભરત ગોગન મોઢવાડિયા, સાગર લાખા કનારા, અશોકભારતી રમણિકભારથી ગોસ્વામી, તેજુભા મુળજી ચૌહાણ, નરેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા અને મહિલા સહિત છ શખ્સોને રૂા.57,020 ની રોકડ રકમ અને રૂા.80 હજારની કિંમતની બે બાઈક મળી કુલ રૂા.1,37,020 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.