Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતબ્રીજની પાળી પર બેસાડી પિતા સેલ્ફી લેવા ગયા અને દીકરો ખોઈ બેઠા

બ્રીજની પાળી પર બેસાડી પિતા સેલ્ફી લેવા ગયા અને દીકરો ખોઈ બેઠા

- Advertisement -

સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગના પરિણામે અનેક દુર્ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી પણ સામે અવ્વ્યો છે. સુરતના કોસાડ વિસ્તારમાં 12 વર્ષના પુત્રને બ્રીજની પાળી ઉપર બેસાડી તેના પિતા સેલ્ફી લેવા ગયા અને પુત્ર બ્રીજ પરથી નીચે નદીમાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું છે. તમામ લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.

સુરતના કોસાડ વિસ્તારમાં એક પિતા પોતાના 12 વર્ષના પુત્રને બ્રીજની પાળી પર બેસાડીને સેલ્ફી લઇ રહ્યા હતા તે દરમિયાન પુત્ર બ્રિજ પરથી નદીમાં પડી જતા તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે મોડી રાત સુધી નદીમાં પડેલા પુત્રને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી પરતું કોઈ પત્તો લાગ્યો ન હતો. જો કે સમગ્ર મામલે પોલીસ વિભાગને જાણ કરતાં પોલીસે પિતા અને પરિવારના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં બનેલી આ ઘટના બાદ અનેક લોકોએ આમાંથી શીખ લેવી જોઈએ. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular