જામનગરમાં ભાઇબીજના તહેવારના દિવસે જ મહિલા પોલીસ કર્મચારીનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજયું હતું. મહિલાએ બે મહિના પૂર્વે જ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ દરમ્યાન આ બનાવથી પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઇ હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર શ્યામનગર શેરી નં. 6માં રહેતાં અને જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતાં સેજલબેન જોગેશભાઇ નકુમ (ઉ.વર્ષ 32) નામના મહિલા મેટરનિટી લીવ પર ઉતર્યા હતા અને છેલ્લા બે માસથી તેઓ પ્રસુતિ અર્થે પોતાના માવતરે ગોકુલનગર રહેવા આવ્યા હતા. જયાં તા. 3ને ભાઇબીજના તહેવારના દિવસે સવારે 11-30 વાગ્યે આજુબાજુ બાથરૂમમાં ન્હાતી વખતે તેઓને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ નિપજયું હતું. તેઓના લગ્ન માત્ર અઢી વર્ષ પૂર્વે થયા હતા. અને પ્રસુતિ અર્થે પોતાના માવતરે આવ્યા હતા. જયાં બે માસ પૂર્વે તેઓને એક પુત્રીનો ્ થયો હતો. જે બે માસની પુત્રી સાથે પોતાના માતાના ઘરે રોકાયા હતા. જે દરમ્યાન આ કરૂણ બનાવ બની જતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઇ હતી.
આ બનાવ અંગે ભનીબેન નરશીભાઇ ધારવી્યા દ્વારા પોલીસને જાણ કરતાં સીટી સી ના પીએસઆઇ એમ.વી. દવે સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સેજલબેનના સાસુ સસરા જામનગરમાં જ રહે છે. પરંતુ તેઓ હાલ યાત્રાએ ગયા હોવાથી તેમને જાણ કરાતાં તેઓ પણ તાત્કાલિક જામનગર દોડી આવ્યા હતા. માત્ર 33 વર્ષના માહિલા પોલીસ કર્મચારીના મૃત્યુથી બે માસની પુત્રીએ માતાને ગુમાવતાં પરિવારજનો સ્તબ્ધ બન્યા છે.