કોરોનાની બીજી લહેરનો હાલ દેશ સામનો કરી રહ્યો છે. એને પગલે ત્રીજી લહેરને લઈને સતર્કતા પણ વધી ગઈ છે. મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દરમિયાન કોરોનાના સિંગાપોર સ્ટ્રેનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને ભારત સરકારને પગલાં લેવાની અપીલ કરી હતી. પહેલા ભારત સરકારે અરવિંદ કેજરીવાલના આરોપોનો જવાબ આપ્યો અને હવે સિંગાપોર તરફથી પણ આ અંગે જવાબ આપવામાં આવ્યો છે. સિંગાપુરની સરકારે ત્યાં ભારતના હાઈકમિશનરને બોલાવ્યા છે અને સિંગાપોરના વેરિયન્ટવાળા ટવિટ પર વાંધો વ્યક્ત કર્યો છે.
ભારતમાંના સિંગાપોર એમ્બેસી તરફથી મંગળવારે અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર જવાબ આપવામાં આવ્યો, એમાં કહેવામાં આવ્યું છે કે સિંગાપોરમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. ટેસ્ટિંગના આધારે એ વાત જાણવા મળી છે કે સિંગાપોરમાં કોરોનાનો ઇ.1.617.2 વેરિયન્ટ મળ્યો છે, એમાં બાળકો સાથે જોડાયેલા કેટલાક મામલાઓ પણ સામેલ છે. માત્ર સિંગાપોર એમ્બેસીએ જ નહિ, પરંતુ સિંગાપોર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પ્રેસ રિલીઝ બહાર પાડીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવાનું ખંડન કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર વિવાદ વધ્યો છે. સિંગાપોરની સરકારે ત્યાં ભારતના હાઈકમિશનરને બોલાવ્યા છે અને સિંગાપોરના વેરિયન્ટવાળા ટ્વીટ પર વાંધો વ્યક્ત કર્યો છે. ભારત તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રીની પાસે કેવિડના વેરિયન્ટ કે વીમા પોલિસી પર બોલવાનો અધિકાર નથી.