Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપંચકોશી બી ડીવીઝનના સાત પોલીસ કર્મચારીઓની એક સાથે બદલી

પંચકોશી બી ડીવીઝનના સાત પોલીસ કર્મચારીઓની એક સાથે બદલી

એલસીબી દ્વારા દારૂનો મોટો જથ્થો કબ્જે કરાયો : દારૂ અંગેના દરોડા બાદ પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી : પોલીસ કર્મચારીની હેડકવાર્ટર ખાતે સાગમટી બદલી

- Advertisement -

જામનગરની એલસીબી ટીમ દ્વારા હાલમાં જ દારૂ અંગેના દરોડો પાડવામાં આવ્યો હતો. જેના પગલે જિલ્લા પોલીસવડા દ્વારા પંચકોશી બી ડીવીઝનમાં ફરજ બજાવતા સાત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરી જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવાનો આદેશ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં એલસીબીની ટીમ દ્વારા બે સ્થળએ દરોડા પાડી ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબી દ્વારા બે સ્થળેથી 1500 બોટલ દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દરોડા બાદ ઈન્ચાર્જ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કરણસિંહ પ્રવિણસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ જાડેજા, કરણસિંહ ગોપાલસિંહ જાડેજા, હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા, રઘુવીરસિંહ ભૂપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા અને મયુરસિંહ સહદેવસિંહ જાડેજા સહિતના સાત પોલીસકર્મચારીઓની તાત્કાલિક અસરથી પોલીસ હેડકવાર્ટર ખાતે બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને આ પ્રકરણમાં ખાતાકીય તપાસ પણ શરૂ કરાઇ છે.

જિલ્લામાં એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની પોલીસ વડા દ્વારા તાત્કાલિક કરાયેલી બદલીના કારણે પોલીસબેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular