Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે સંસ્કૃત દિવસની સાદગીપૂર્વક ઉજવણી

દ્વારકામાં સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે સંસ્કૃત દિવસની સાદગીપૂર્વક ઉજવણી

- Advertisement -

વિશ્વનું અતિ પ્રાચીન સંસ્કૃતી અને વૈદિક સભ્યતા એટલે ભારતીય રાષ્ટ્ર અને આથી ભારત અને સંસ્કૃત ભાષા તે સિક્કાની બે બાજુ ઓ માનવામાં આવે છે.

આજે દ્વારકામાં આવેલા શ્રી શંકરાચાર્ય શારદા પીઠ સંચાલિત સંસ્કૃત મહા વિદ્યાલયનાં મુખ્ય આગેવાનો , આચાર્ય, વેદા આચાર્ય અને વિદ્યાર્થીઓ દ્વારા ખુબજ સાદગી પૂર્વક ” સંસ્કૃત દિવસ ” ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં પ્રથમ બાળકો દ્વારા સંસ્કૃત ભાષામાં સ્તુતિ કરવામાં આવી હતી અને ત્યાર બાદ વિદ્યાલયનાં આચાર્ય અને પ્રધાન આચાર્ય દ્વારા ભારત અને આપણાં જીવનમાં સંસ્કૃતનું શું મહત્વ સમાયેલું છે તે અંગે સંસ્કૃત ભાષામાં ખુબજ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

શ્રી શંકરાચાર્ય શારદા પીઠનાં પૂર્વ નિર્દેશક શ્રી જય પ્રકાશ નારાયણ દ્વિવેદિ દ્વારા સંસ્કૃત ભાષા અને આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે.અને તેનું આપણાં જીવનમાં કેટલું મહત્વ અને મૂલ્ય છે તે ખુબજ સુંદર રીતે સમજવ્યું હતું.

આજના આ ” સંસ્કૃત દિવસ ” ની ઉજવણી કાર્યક્રમ ખુબજ સુંદર અને સાદગી પૂર્વક કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular