તાજેતરમાં સી.યુ. શાહ યુનિવર્સિટી વઢવાણ દ્વારા લેવામાં આવેલ માસ્ટર ઓફ લોની પરીક્ષામાં ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરની વિદ્યાર્થિની કુ.હર્ષાલી નિલેશભાઈ જેઠવાએ ફર્સ્ટ ક્લાસ સાથે ઉર્તિંણ થઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરમાંથી અંગ્રેજી માધ્યમ સાથે લો માં માસ્ટર ડિગ્રીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ વિધાર્થિની છે. તેને પદવીદાન સમારોહમાં કેન્દ્રીયમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા તથા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવેલ હતાં.