Sunday, December 22, 2024
Homeરાજ્યસિકકાનો પાવર પ્લાન્ટ દિવાળી સુધી કોલસાની અછતને કારણે બંધ

સિકકાનો પાવર પ્લાન્ટ દિવાળી સુધી કોલસાની અછતને કારણે બંધ

અગાઉ ઉર્જામંત્રી બોલ્યા હતાં, કોલસાની અછત માત્ર અફવા : એક મહિનાથી બંધ છે આ વિજ મથક

- Advertisement -

- Advertisement -

હાલાર પંથકમાં સિક્કા ખાતે આવેલું થર્મલ પાવર સ્ટેશન કોલસાની અછતને કારણે છેલ્લા એક મહિનાથી બંધ છે હજુ આજ સુધી આ થર્મલ પ્લાન્ટને કોલસા નહી મળતા કયારે ચાલુ થશે ? તે નિશ્ચિત નથી. દૈનિક 9 હજાર મેગાવોટ વિજળીની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આ થર્મલ પાવર સ્ટેશનને કોલસાના વાંકે દિવાળી સુધી બંધ રાખવું પડે તેવી વિગતો જાણવા મળી છે.

સૌરાષ્ટ્રની દૈનિક વીજળીની જરૂરીયાત સિક્કામાં આવેલા બે પૈકીનો એક જ પ્લાન્ટ ચાલુ હોઇ તો પણ વીજપુરવઠો પુરતા પ્રમાણમાં મળી શકે તેમ છે. પરંતુ સિક્કા ખાતે થર્મલ પાવર પ્લાન્ટના બન્ને યુનિટ અત્યારે બંધ હાલતમાં છે. સુત્રએ જણાવ્યુ હતું કે ગત તા. 18 ઓકટોબરથી વિદેશી કોલસા નહી મળતા બન્ને પાવર પ્લાન્ટ બંધ થયા છે. જેના કારણે બન્ને પ્લાન્ટમાં કામ કરતા અંદાજે 350 જેટલા કર્મચારીઓને મેઇન્ટેનન્સના કામમાં લગાડી દેવામાં આવ્યા છે.

- Advertisement -

જે એજન્સીને કોલસા પુરા પાડવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તે એજન્સી તમામ પાવર પ્લાન્ટને કોલસા પુરા પાડવામાં નિષ્ફળ જતા તેનું ટેન્ડર રદ કરીને નવી એજન્સી નકકી કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા ફરીને હાથ ધરવામાં આવી છે. પરંતુ દિવસો સુધી ટેન્ડરની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ ટેન્ડર ફાઇનલ થશે. આ ટેન્ડર ફાઇનલ થયા બાદ તેને આંતરરાષ્ટ્રીય કોલસાની તંગી નડશે કે કેમ ? તે સવાલ છે. આ સંજોગોમાં દિવાળી સુધી અહીના પાવર પ્લાન્ટ ચાલુ થાય તેવી કોઇ સંભાવના નથી. દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે તહેવારો ન બગડે તેની તકેદારી રાખીને તમામ કામદારોને બોનસ-પગાર નિયમ પ્રમાણે ચુકવી દેવામાં આવ્યા છે. પરંતુ વીજળી ઉત્પન્ન કરનારા થર્મલ પાવર પ્લાન્ટ ચાલુ થાય તેવી કોઇ સંભાવના નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular