Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરસિક્કામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા પ્રદર્શન

સિક્કામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા પ્રદર્શન

- Advertisement -

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર ના આદેશ અનુસાર જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા ની ઉપસ્થિત માં જામનગર તાલુકા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા સિક્કા શહેર કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ અસગરભાઈ સુમભાણીયાની આગેવાની માં મોંઘવારી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પેટ્રોલ-ડીઝલ રાંધણ ગેસ ના દિન-પ્રતિદિન વધી રહેલા ભાવ વધારા અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ના ભાવ વધારા સામે વિરોધ ધરણા પ્રદર્શન ના કાર્યક્રમ નું આયોજન સિક્કા ખાતે કરવામાં આવ્યું હતું

- Advertisement -

આ તકે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, પ્રદેશ કિસાન કૉંગ્રેસ ના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, ચેતનભાઈ મોરી, ડાઉદભાઈ ગંધાર, ભરતસિંહ જાડેજા, યશવંતસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય જયસુખભાઈ પરમાર, અમિતભાઇ સોનગ્રા, સિક્કા નગરપાલિકાના સદસ્ય વલીબાપુ, સન્ની ગોસ્વામી, ભખર સુમભાણીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ અસગર ગંધાર, સિક્કા શહેર કૉંગ્રેસના ઉપપ્રમુખ અલીભાઈ, મહામંત્રી હારુનભાઈ, યુથ પ્રમુખ લકીરાજસિંહ ઝાલા, તોષીફભાઈ, સાગરભાઈ, મંગાભાઈ, લખનભાઈ તથા જામનગર તાલુકા કૉંગ્રેસ અને સિક્કા શહેર કૉંગ્રેસના ના આગેવાનો , કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular