સિક્કામા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરની સુચના મુજબ તા ૧૦ના રોજ સિક્કા શહેર કોંગ્રેસના ડીજીટલ મેમ્બર્સ ની નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. જેના અનુસંધાને દરેક વૉર્ડની સીટ વાઈસ ડીજીટલ સભ્ય નોંધણી સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જીવણભાઈ કુંભરવાડીયા પ્રમુખ જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ તથા હારુનભાઇ પલેજા પ્રભારી સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ કાર્યક્રમ માં જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ ઉપેન્દ્રસિહ જાડેજા, દાઉદ એલિયાસભાઇ ગંઢાર ઉપ પ્રમુખ જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ, ચેતનભાઇ મોરી મહામંત્રી જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ, અસગર દાઉદભાઇ ગંઢાર ઉપ પ્રમુખ સિક્કા નગરપાલિકા, કાસમ કકલ ઉપ પ્રમુખ સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ, નગરપાલિકા નાં સભ્ય અસગર હુંદડા, હારુન મોડા તથા હૈદરઅલી ગંઢાર મહામંત્રી સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ, સિક્કા કોંગ્રેસ ઓ.બી.સી.પ્રમુખ શબીર હુસેન ગજીયા,ગુલામ ભોકલ, મહેબુબ અબ્બાસ હુંદડા, રોહિત ગોસ્વામી, સબીર કાસમ હુદડા,ઇબ્રાહિમ રેલિયા ઉપ પ્રમુખ ઓ.બી.સી.સેલ સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ, સિક્કા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ લક્કીરાજસિહ ઝાલા, મંત્રી મેઘરાજસિહ અને શક્તિસિંહ જાડેજા, કુલસુમબેન ભટ્ટી પ્રમુખ મહિલા મોર્ચો , આસિફ અસગર સુંભણીયા,સાલેમામદ ખીમાણી,તાલબભાઇ હુંદડા તથા કોંગ્રેસપક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.