Saturday, December 27, 2025
Homeરાજ્યગુજરાતકોંગ્રેસમાં સિનિયર નેતાઓને સાઇડલાઇન કરવામાં આવશે ?!

કોંગ્રેસમાં સિનિયર નેતાઓને સાઇડલાઇન કરવામાં આવશે ?!

સાંસદો-ધારાસભ્યોએ કહ્યું, પ્રજા એકને એક ચહેરાઓ જોઇ થાકી ગઇ છે !

કોંગ્રેસનું સાંસદ-ધારાસભ્યો અને પૂર્વ વિપક્ષના નેતા સહિતનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળને ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી વેણુગોપાલને મળ્યા હતા અને તેમણે 20 મિનિટ સાંભળ્યા હતા. આ દરમિયાન નેતાઓએ તેમની વાતને રજૂ કરતા કહ્યું કે, એક જ ચહેરાઓને જોઇને પ્રજા થાકી ગઇ હોવાથી સિનિયર ગણાતા કોંગ્રેસના નેતાઓને પ્રદેશ પ્રમુખ કે વિરોધ પક્ષના નેતા તરીકે મુકવાને બદલે નવા ચહેરા આપો તેવી રજૂઆત કરી હતી.

કોંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિક, ધારાસભ્યો, પૂર્વ વિપક્ષના નેતા નરેશ રાવલ સહિતના 15 જેટલા નેતાઓનું પ્રતિનિધિ મંડળ દિલ્હી પહોંચ્યું હતું. જયાં તેમણે જે 5 સિનિયર નેતાઓ છે તે પૈકી કોઇને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઇએ નહીં તેવી વાત કરી હતી. ઉપરાંત એવી વાત પણ કરી હતી કે, નવા ચહેરોને કાર્યભાર અપાય, જેથી પ્રજાનો વિશ્વાસ વધુ હાંસલ કરી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular