શુભાંશુ શુકલાએ રસપ્રદ વાતો કરતા કહ્યું કે, જ્યારે અમે પહેલીવાર પૃથ્વીની બહાર ગયા ત્યારે અમને સમજાયું કે, ગુરૂત્વાકર્ષણ કેટલું મહત્વપૂર્ણ છે જ્યારે ગુરૂત્વાકર્ષણ અવકાશમાં સમાપ્ત થાય છે ત્યારે શરીરને તે શુન્ય ગુરૂત્વાકર્ષણ વાતાવરણમાં સમાયોજિત થવામાં સમય લાગે છે તેમણે એ પણ કહ્યું કે, જ્યારે તેમણે ઉતરાણ પછી પોતાનો ફોન પરત માગ્યો ત્યારે તેમને તે પકડીને ખુબ આશ્ચર્ય થયું. કારણ કે, અવકાશમાંથી પાછા ફર્યા પછી ફોન પણ ભારે લાગવા લાગ્યો.
એકસ-4 અવકાશ મિશનમાંથી સફળતાપૂર્વક પરત ફર્યા બાદ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલાએ પ્રથમ વખત પોતાના અનુભવોની વાત કરી. ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે આપણે પ્રથમ વખત પૃથ્વીની બહાર જઈએ છીએ ત્યારે ગુરૂત્વાકર્ષણનું મહત્વ સમજાય છે. અવકાશમાં શુન્ય ગુરૂત્વાકર્ષણ છે. ત્યાર ફરી પૃથ્વી પર પરત ફરતા ગુરૂત્વાકર્ષણના વાતાવરણમાં સેટ થવું પડે છે. શરીર અવકાશમાં હળવાશ અનુભવવા ટેવાઈ જાય છે તેમને એ પણ કહ્યું કે, જ્યારે પૃથ્વી પર પરત ફર્યા અને તેમણે પોતાનો ફોન મળ્યો તો તે તેને પકડીને આશ્ચર્ય અનુભવવા લાગ્યા કારણ કે, તેમને તેના ફોનનો પણ વજન લાગતો હતો.
પૃથ્વી પર પાછા ફર્યા પછી ફરીથી સંતુલન જાળવવું અને વજન સંભાળવું શીખવું પડે છે. જે માટે યુનવર્સન કાર્યક્રમ છે. જેમાં શરીરને શકિત, સંતુલન અને સંકલન ધીમે ધીમે વિકસિત થાય છે. અને ત્રણથી ચાર દિવસમાં સામાન્ય થઈ જાય છે. આ ઉપરાંત એક કિસ્સો પણ શેર કર્યો કે અચાનક મારું લેપટોપ નીચે પડી ગયું ત્યારે મને થયું કે, તે હવામાં તરતુ હશે. આમ, એક વાતાવરણમાંથી બીજામાં સેટ થતા લોકો સમય લાગે છે.
અવકાશમાં બધુ તરતુ હોય છે. ત્યારે આવી સ્થિતિમાં સફળતાપૂર્વક પ્રયોગો કરવા એ એક પડકાર હતો જ્યારે કેટલાંક પ્રયોગો અવકાશમાં સ્પષ્ટ પરિણામો બતાવહતાં હતાં. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલા પર આખા દેશની નજર હતી. લોકો ખૂબ જ ઉત્સાહિત હતાં અને ભારત માટે આ એક ગૌરવની ક્ષણ હતી જ્યારે શુભાંશુ શુકલા પોતાના દરેક પ્રયોગોને સફળતાપૂર્વક પાર પાડીને ધરતી પર પરત ફરે તેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં ત્યારે શુભાંશુ જણાવે છે કે, આ મિશન દરમિયાન એકત્રિત કરાયેલા વૈજ્ઞાનિક ડેટા અને નમૂનાઓ ભારતની સંશોધન સંસ્થાઓને મોકલવામાં આવ્યા છે. શુભાંશુ એ કહ્યું કે, ટૂંક સમયમાં તેઓ આ વૈજ્ઞાનિક પરિણામોની ચર્ચા કરશે. વાતચીતના અંતે તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, હવે હું સામાન્ય અનુભવી રહ્યો છું અને આગામી અવકાશ યાત્રા માટે તૈયાર છું.


